Gujarat

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ

By GS TEAM
21 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં નાગનાથ ગઈટ વિસ્તારમાં મહેશ્વરી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગિરધર દેવાભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના મહેશ્વરી મેઘવાર યુવાને પોતાના માથા ઉપર તેમજ હાથમાં લાકડી-ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કિશન રબારી, ધમભા જાડેજા, ધનરાજ ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ

જામનગરમાં નાગનાથ ગઈટ વિસ્તારમાં મહેશ્વરી નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગિરધર દેવાભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના મહેશ્વરી મેઘવાર યુવાને  પોતાના માથા ઉપર તેમજ હાથમાં લાકડી-ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કિશન રબારી, ધમભા જાડેજા, ધનરાજ ગઢવી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાને હાથમાં અને માથામાં ઇજા થઈ હોવાના કારણે લોહી નીતરતી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે, અને તેના માથામાં અનેક ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી ના જૂથ વચ્ચે આજથી એક વર્ષ પહેલા તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.