જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો
image : Freepik
Jamnagar Crime : જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં વાહન ભાડાથી ચલાવવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે હંગામો થયો હતો, અને આતંક મચાવી એક યુવાન પર હિચકારો હુમલો કરી દીધો હતો, જેથી તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જે હુમલા મામલે પોલીસે ગંભીરતાથી એક્શન લીધા છે, તેમજ યુવકની પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.
જામનગર શહેરના સાત રસ્તા સર્કલ નજીક અજાણ્યા ઈસમો દ્વારા ઈકો કાર ચાલક નિલેશ માવ નામના યુવક પર ધોકા-પાઈપ વડે હીંચકારો હૂમલો કરી હૂમલાખોરો નાશી છૂટવામાં સફળથયા હતા.ત્યારબાદ ઈજાગ્રસ્ત નિલેશ માવને લોહીલુહાણ હાલતે સારવારમાં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
જામનગર શહેરમાં લુખ્ખાગીરી કરી જાહેરમાં આતંક મચાવવાના કિસ્સામાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું, અને આવા ગુનેગારોને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત ઇકો કાર ચાલકો સામે એક્શન લેવામાં આવ્યા હતા.
જેના અનુસંધાને ગઈકાલે એક જ દિવસમાં 40 થી વધુ ઇકો કાર ડિટેઇન કરી લઇ તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઇકો ચાલક યુવાન પર હુમલો કરનાર શખ્સોને શોધી લઈ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.