Gujarat

જામનગરમાં યુવાન પર છરી વડે હુમલો કરી રૂપિયા 1,800 ની લૂંટ : 3 સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
4 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા એક યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી તેના ખિસ્સામાંથી રૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી લેવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં યુવાન પર છરી વડે હુમલો કરી રૂપિયા 1,800 ની લૂંટ : 3 સામે પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા એક યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી તેના ખિસ્સામાંથી રૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી લેવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી યુવાન રમેશ દિનેશભાઈ જગતિયા, કે જે ગઈકાલે મયુર નગર વિસ્તારમાંથી રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને તેને મારઝુડ કરી હતી, અને હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ખિસ્સામાંથી રૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પાકીટ ઝુંટવી લઈ ભાગી છુટ્યા હતા. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ ત્રણેય શખ્સોને શોધી રહી છે.