મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી
વડોદરાઃ મહીસાગર બ્રિજ પરથી એક યુવકે પડતું મુક્યું હોવાનો મેસેજ મળતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
મહીસાગર નદી પર આણંદ જવાના બ્રિજ પર પાંચમા નંબરના પીલર પાસે મોડી સાંજે એક યુવકે બાઇક પાર્ક કરીને પડતું મુક્યું હોવાનો કોલ મળતાં વડોદરા ફાયર બ્રિગેડની ઇઆરસીની ટીમ પહોંચી હતી.
જો કે પાણીનું વહેણ વધુ અને રાતનો સમય હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી થઇ શકી નહતી.તો બીજીતરફ આણંદ અને વડોદરા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી બાઇકને આધારે તપાસ કરી હતી.આ યુવકનો હજી સુધી નામ ઠામ કે પત્તો મળ્યા નથી.