Get The App

જૂની અદાવતમાં નાનાભાઈની મોટાભાઈને પાઈપ ફટકારી મારી નાખવાની ધમકી

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
જૂની અદાવતમાં નાનાભાઈની મોટાભાઈને પાઈપ ફટકારી મારી નાખવાની ધમકી 1 - image

નડિયાદ તાલુકાના અરજણપુરા ગામની ઘટના

બંને ભાઈના પરિવારો બાજુ બાજુમાં રહેતા હતા : અપશબ્દો બોલવાની ના પાડતા નાનોભાઈ લોખંડની પાઈપ લઈને તૂટી પડયો

નડિયાદ: નડિયાદ તાલુકાના અરજણપુર ગામમાં જૂની અદાવતને લઈ નાના ભાઈએ મોટાભાઈને અપશબ્દો બોલી માથામાં લોખંડની પાઇપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના અરજણપુર ગામમાં મહાદેવ ફળિયામાં પ્રવીણભાઈ ઉર્ફે ટીના બુધાભાઈ પરમાર અને નાનો ભાઈ પરબતભાઈ ઉર્ફે પોપટ બુધાભાઈ પરમાર બાજુ બાજુમાં પરિવાર સાથે રહે છે. આજે સવારે પ્રવીણભાઈ પરમાર પરિવારજનો સાથે ઘરે બેઠા હતા. ત્યારે તેમના ઘરની બાજુમાં રહેતો નાનોભાઈ પરબત ભાઈ ઉર્ફે પોપટ બુધાભાઈ પરમાર તેમના ઘર આગળ આવી જૂની અદાવત રાખી ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પ્રવીણભાઈએ ગાળો બોલવાની ના પાડતા નાનાભાઈએ ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી લોખંડની પાઇપ લઈ આવી મોટા ભાઈને માથામાં મારી ઇજા કરી હતી. આ બનાવના પગલે પરિવારજનો છોડાવવા દોડી આવતા પરબતભાઈ પરમાર જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે પ્રવીણભાઈ ઉર્ફે ટીના બુધાભાઈ પરમારની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે પરબતભાઈ ઉર્ફે પોપટ બુધાભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.