નાનો ભાઈ પારકી પરણેતરને ભગાડી જતાં મોટા ભાઈ પર હુમલો
નવાગામ આણંદપરનો બનાવ ફૂટવેરના વેપારીને ઘરની બહાર બોલાવી મારકૂટ કરી પાઈપથી હુમલો કર્યો : 4 સામે ગુનો
રાજકોટ, : નવાગામ આણંદપરમાં રહેતા અને ડિલક્ષ ફુટવેર નામે દુકાન ધરાવતાં જીગરભાઈ ઉકાભાઈ વણકરીયા (ઉ.વ. 38) ગઈકાલે ઘર નજીક હતા ત્યારે વિપુલ અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ મારકુટ કરી પાઈપ વડે હુમો કરી ઈજા કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
જીગરભાઈએ પોલીસને જણાવ્યું કે, આઠેક દિવસ પહેલા તેનો ભાઈ કૌશિક વિજયભાઈની પત્નીને ભગાડી ગયો હતો. વિજયભાઈનો ભાઈ વિપુલ બે ત્રણ વખત તેના ઘરે જઈ વિજયના પત્નીને સોપી દેવાનું કહી ધાક ધમકી આપતો હતો. પરંતુ આ મામલે જે તે સમયે ફરીયાદ કરી ન હતી.
ગઈકાલે બપોરે આરોપી વિપુલ ફરી તેના ઘરે ગયો હતો. જયાં વિજયની બને પુત્રી સાથે આવી હોય તેમના નિવેદન લેવા પોલીસ મથકે જવાનું છે. તમે અમારી સાથે આવો કહેતાં તે તેની સાથે પોલીસ મથકે જવા રવાના થયા હતાં બને ઘર બહાર નિકળતા બાઈકમાં ધસી આવેલા ત્રણ અજાણ્યો શખ્સો કે જેના હાથમાં પાઈપ હતો તે વિપુલે લઈ તેના પર હુમલો કર્યો હતો. જયારે અન્ય ત્રણેય આરોપીએ તેને મારકુટ કરી ત્યાંથી ભાગી ગયા હતાં.