મોરબી તાલુકાના બગથળા ગામે
અમરેલીમાં ઘરમાં પડી જતા વૃધ્ધાનું મોત
મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ઘરની સાફ - સફાઇ કરતી વખતે માળિયા પરથી નીચે પટકાતા તરૂણીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના બગથળા ગામે રહેતી શોભાબેન ઉર્ફે વર્ષાબેન જસમતભાઈ મકવાણા (ઉ.વ.૧૭) પોતાના ઘરની સાફ સફાઈ કરતી હતી ત્યારે માળિયા પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ રીફર કરવામાં આવી હતી સારવારમાં સગીરાનું મોત થયું હતું.
મોરબીના અમરેલી ગામના રહેવાસી દિવાળીબેન ધરમશીભાઈ ઝંઝવાડિયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું.


