Get The App

ઓનલાઇન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ઓનલાઇન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો 1 - image


મૂળ રાજકોટના જયદીપ સાટોડીયાએ દોઢ વર્ષ અગાઉ શીતલ રાઠવા સાથે પ્રેમલગ્ન કર્યા પણ ઝઘડો કરી મારતી હોવાથી ડિવોર્સ લીધા હતા : શીતલ અને તેના 11 સ્ત્રી-પુરૂષ મિત્રોએ ગત બીજીએ તેને માર માર્યાના 2 દિવસ પછી જયદીપે રાત્રે મોટા વરાછા દુખીયાના દરબાર રોડપાસે હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીધી હતી

 સુરત/રાજકોટ : સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ૩૦ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સ્યુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની અને તેના ૧૧ સ્ત્રી-પુરૂષ મિત્રો વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંઘ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડીયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્ત્વ રેસિડન્સી D-02/402માં રહેતા 65 વર્ષીય મસુખભાઈ ટપુભાઈ સાટોડીયાનો પુત્ર જયદીપ (ઉ.વ. 30) ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો.જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયું ઘર નં.૬૫ માં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દિકરી શીતલ સાથે 30  ઓક્ટોબર 2023 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી,  જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી હતી. ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઇક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી.

જોકે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી.તે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસીટી તથા દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હોય ૧૫ ફેબ્રૂઆરી ૨૦૨૪ ના રોજ બંનેએ છૂડાછેડા લીધા હતા.દરમિયાન, ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના ૧૧ સ્ત્રી-પુરૂષ મિત્રો સાથે મળી માર માર્યો હતો. બાદમાં પિતા વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા ત્યારે ચોથીની રાત્રે જયદીપે મોટા વરાછા દુખીયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવારમાં મોત થયું હતું.  જયદીપની અંતિમ વિધી બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સ્યુસાઈડ નોટ મળી હતી.તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વિડીયો મળ્યા હતા,તેમાં પણ તેણે પૂર્વ પત્ની શીતલ અને તેના મિત્રોના ત્રાસ અંગે કહ્યું હતું.તેના આધારે જયદીપના પિતા મનસુખભાઈએ ગતરોજ ઉત્રાણ પોલીસ મથકમાં શીતલ લાલુભાઇ રાઠવા (ઉ.વ.૨૬), પ્રણાલી, ટીના, રૃચિત, મોસીન ટાઇગર, રીચા, નીરવ, આયાન, કંચન, હીના, દેવલ અને યુવી વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વધુ તપાસ સેકન્ડ પીઆઈ એન.જી.પટેલ કરી રહ્યા છે.

સ્યુસાઈડ નોટ અને વિડીયોમાં પત્નીના દગાની વાત કરી મેં એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમીઃ મારા મરવા પાછળ ઘણા બધા લોકો છે

સુરત, રાજકોટ : જયદીપે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું.મારી લાઇફ બગાડી નાખી અને મે એને બોવ મોકા આપ્યા એણે મારી સાથે ખોટુ કર્યું, બધા એ ના પાડી છતા મે એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમી.મારા મરવા પાછળ બોવ બધા લોકો છે,પ્રનાલી, ટીના, રૃચિત, મોસિન, રીચા, નિરવ, આયાન, કંચન, હીના, દેવલ, યુવી, હજી બી છે જેના નામ નથી ખબર.હુ આ લોકોના લિધે મારી લાઇફ ખરાબ થઇ ગઈ અને મે બહુ બધુ સહન કર્યું.હવે મારામાં હિમ્મત નથી આ લોકો મને મારે છે આ મારા ફ્રેંડ બી મારી નાખવા સુધી મને મારી નાખવા બોલ્યા છે મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા.મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે. મારામા હિમ્મત નથી મને મરવા સુધી મજબુર કરી હું હારી ગયો તેમ છું.શીતલ શુ કામ મારી સાથે આવુ કર્યુ કે બીજાના લિધે મારી લાઇફ ખરાબ દિધી તે હું જાવ છુ આજ સુધી મે તને આપેલા વચન નિભાવ્યા છે.મારી ભુલ શુ હતી કે જે મે તારૂ વિચાર કર્યો તે મારી લાઇફ ખરાબ કરી તે મારી કદર ના કરી તે મને જવાબ દેજે મે શુ બગાડયું તુ તારૂ શીતલ આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે.હું લાઇફથી આ બધાથી હારી ગયો છે એટલે આ પગલુ ભરૂ છુ, મને માફ કરજો બધા. જયદીપે ઝેરી દવા પીધી તે પહેલાનો આશરે એક ત્રીસ મિનિટનો એક વિડીયો તથા બીજો વિડીયો પંદર મીનીટ અઠીયાવીસ સેકન્ડ તથા ત્રીજો વિડીયો આઠ મીનીટ વીસ સેકન્ડનો બનાવી તેમાં પણ સ્યુસાઈડ નોટમાં જે વાત લખી હતી તે વર્ણવી હતી.

Tags :