Get The App

યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે 1 - image


પાટડીની નવરાત્રીમાં અનોખી પરંપરા

આઝાદીથી ચાલતી પરંપરા અકબંધ ઃ યુવાનો 'વાણીયા' બની ગરબામાં શિસ્ત જાળવે છે

સુરેન્દ્રનગરપાટડી પાંચ હાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં ચાર થી પાંચ યુવાનો મોઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં વાણીયા બને છે અને નવરાત્રી દરમ્યાન નાના બાળકોને ગીફટ તેમજ ચોકલેટ આપી મનોરંજન પુરૃ પાડે છે તેમજ અન્ય લોકોને પણ શીષ્સતાના પાઠ શીખવે અને ગામના પીઢ આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ પાટડીમાં આઝાદીના સમયથી આજે પણ આ પરંપરા અકબંધ જળવાઈ રહી છે.

નવરાત્રીમાં પાંચ હાટડી ચોકમાં પરંપરાગત ગરબા યોજાય છે જેમાં બહેનો અને ભાઈઓના ગરબા અલગ-અલગ રમાડવામાં આવે છે જ્યારે નવરાત્રી દરમ્યાન ચાર થી પાંચ યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ ધારણ કરી મોઢે માસ્ક પહેરી વાણીયા બને છે અને આ વાણીયા બનેલ યુવકો ભક્તો ગરબે ધુમતા હોય ત્યારે કુંડાળામાં હાથમાં દાંડીયા સાથે જે મહિલાઓ ગરબે ન રમતી હોય અને ગરબામાં અડચણરૃપ હોય તેવા યુવાનોને દાંડીયા વડે ઈસારો કરી ત્યાંથી હટી જવાની સુચનાઓ આપે છે અને શિષ્ટતાના અનોખા પાઠ પણ શીખવે છે. જ્યારે પાંચ હાટડી ચોક નવરાત્રીના આયોજકો અને સેવાભાવી લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ગરબામાં વાણીયા બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં માત્ર પાટડીમાં જ જોવા મળે છે તેના કારણે પાટડી સહિત આસપાસના ગ્રામજનો તેને જોવા માટે ઉપટી પડે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે.

Tags :