Gujarat
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં ટ્રકના ધંધામાં ખારના કારણે યુવાનની કારમાં તોડફોડ : એક લાખનું નુકસાન પહોંચાડયું
By GS TEAM
21 Jul 20251 min read
કારમાં તોડફોડ કરી તમામ 6 કાચ અને ડિસ્પ્લે તોડી નાખ્યાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
કારમાં તોડફોડ કરી તમામ 6 કાચ અને ડિસ્પ્લે તોડી નાખ્યાની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા નવલસિંહ ભીખુભા જાડેજા નામના યુવાને પોતાની જીજે 10 ડી.આર. 8488 નંબરની ક્રેટા કારમાં આગળ પાછળના કાચ તથા ડિસ્પ્લે વગેરેમાં તોડફોડ કરી રૂપિયા 1 લાખનું નુકસાન પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા દિવ્યરાજ સિંહ રવિરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે ટ્રકના પ્રશ્ને ધંધાખાર ચાલી રહ્યો છે, જેના કારણે આ તોડફોડ કરી વાહનના તમામ 6 કાચ અને ડિસ્પ્લે તોડી નાખ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પીએસઆઇ જે.પી.સોઢા વધુ તપાસ ચલાવે છે.








