Gujarat

તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે..આબરૂ લૂંટવાના પ્રયાસ સાથે યુવકની યુવતીને ધમકી

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
ભંગારના વખારમાં આબરૂ લેવાનો પ્રયાસ કરતા યુવાનને ફટકારતા યુવતીને ધમકી આપી

Summarized by AI; it may make mistakes. Check important info

તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે..આબરૂ લૂંટવાના પ્રયાસ સાથે યુવકની યુવતીને ધમકી

Vadodara Molestation Case : વડોદરામાં ડભોઇ નજીક તિલકવાડા રોડ ઉપર આવેલ ભંગારની એક વખારમાં 23 વર્ષની યુવતીને પાછળથી અમરેશ ગોરધન રાઠવા નામના યુવાને પકડી લઈ જમીન પર પાડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ અમરેશ રાઠવાથી બચવા માટે પ્રયાસ કરતા યુવતીને અમરેશે બે ત્રણ લાફા મારી દીધા હતા. જેથી યુવતીએ તાકાત કરતા અમરેશ ભંગારના સામાન પર ઉછળીને પડી ગયો હતો અને તેને શરીરે ઇજાઓ થઈ હતી. બાદમાં અમરેશે યુવતીને ધમકી આપી હતી કે તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે અને તારે મને જ પ્રેમ કરવો પડશે નહીં તો હું તને જીવતી નહીં રાખું તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત બનાવ અંગે ડભોઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.