Get The App

તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે..આબરૂ લૂંટવાના પ્રયાસ સાથે યુવકની યુવતીને ધમકી

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે..આબરૂ લૂંટવાના પ્રયાસ સાથે યુવકની યુવતીને ધમકી 1 - image


Vadodara Molestation Case : વડોદરામાં ડભોઇ નજીક તિલકવાડા રોડ ઉપર આવેલ ભંગારની એક વખારમાં 23 વર્ષની યુવતીને પાછળથી અમરેશ ગોરધન રાઠવા નામના યુવાને પકડી લઈ જમીન પર પાડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ અમરેશ રાઠવાથી બચવા માટે પ્રયાસ કરતા યુવતીને અમરેશે બે ત્રણ લાફા મારી દીધા હતા. જેથી યુવતીએ તાકાત કરતા અમરેશ ભંગારના સામાન પર ઉછળીને પડી ગયો હતો અને તેને શરીરે ઇજાઓ થઈ હતી. બાદમાં અમરેશે યુવતીને ધમકી આપી હતી કે તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે અને તારે મને જ પ્રેમ કરવો પડશે નહીં તો હું તને જીવતી નહીં રાખું તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત બનાવ અંગે ડભોઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :