Get The App

માતા-પિતાને બાઈક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી, માતા ઊંધા માથે પટકાઈ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
માતા-પિતાને બાઈક પર લઈ જતા યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી, માતા ઊંધા માથે પટકાઈ 1 - image

Vadodara Accident : વડોદરા નંદેશરી વિસ્તારમાં સ્પીડ બ્રેકરને કારણે બનેલા અકસ્માતના એક બનાવમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. નંદેસરીના ચામુંડા નગર ખાતે રહેતા રમેશભાઈ રાઠવા એ પોલીસને કહ્યું છે કે આ 27મી વહેલી સવારે એક દુઃખદ પ્રસંગે હું અને મારી પત્ની શકરીબેન 20 વર્ષ પુત્ર સોપાર સાથે ઘોઘંબા ખાતે વતનમાં જઈ રહ્યા હતા.

પરોઢિયે સાડા પાંચેક વાગે અંધારું હોવાથી મીની નદી પાસે ગુજરાત ચોકડી નજીક પુત્રને સ્પીડ બ્રેકર નહીં દેખાતા ફૂલ સ્પીડમાં જતી બાઇક ને અકસ્માત થયો હતો અને મારી પત્ની ઊંધા માટે રોડ પર પટકાઈ હતી. જેથી તેને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે પુત્ર સામે ગુનો નોંધ્યો છે.