Gujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો નોંધાયો

By GS TEAM
8 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડના ગુરુકુળ ચાર રસ્તા ખાતે બે ટુ વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત બાદ થયેલી તકરારમાં છોડાવવા વચ્ચે પડેલ યુવકના કાને બચકું ભરી કાનનો અડધો ભાગ છૂટો પાડી દેતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો નોંધાયો

Vadodara Crime : વડોદરાના વાઘોડિયા રોડના ગુરુકુળ ચાર રસ્તા ખાતે બે ટુ વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત બાદ થયેલી તકરારમાં છોડાવવા વચ્ચે પડેલ યુવકના કાને બચકું ભરી કાનનો અડધો ભાગ છૂટો પાડી દેતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાઘોડિયા રોડના મધુવનનગર ખાતે રહેતા 25 વર્ષીય સાગરભાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.30 સપ્ટેમ્બરના રોજ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગુરુકુળ સર્કલ ખાતે અકસ્માત થતાં હું જોવા માટે ગયો હતો. જ્યાં અકસ્માત બાબતે એકટીવા ચાલક મારા મિત્ર વિકાસ કશ્યપ તથા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ચાલક ધાર્મિક સોની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. મેં છોડાવવા વચ્ચે પડતા ધાર્મિક સોનીએ મારી સાથે પણ ઝપાઝપી કરી હતી. મેં મારું બુલેટ બાઈક લઈ પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો તે સમયે ધાર્મિક સોનીએ મને નીચે પાડી દીધો હતો. અને ધાર્મિક સોની તથા અન્ય એક શખ્સે મારી સાથે ઝપાઝપી કરી હતી. ધાર્મિક સોનીએ મારા કાન ઉપર બચકું ભરતા કાનનો ઉપરનો ભાગ છૂટો થઈ ગયો હતો. મારો મિત્ર સર્કલ પાસેથી કાનનો ટુકડો લઇ આવતા સયાજી હોસ્પિટલમાં ટાંકા લઈ જોઈન્ટ કર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ધાર્મિક સોની (રહે-શરદનગર સોસાયટી, તરસાલી)સહિત બે શખ્સો વિરુદ્ધ નોંધ્યો હતો.