કાલાવડથી તડીપાર થઈને જામનગર રહેવા આવેલા યુવાનને તેની પત્ની સહિત બે શખ્સોએ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ
જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારના વતની અને હાલ તડીપાર થઈને જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા ઈરફાન હસનભાઈ પટણી નામના 40 વર્ષના સિપાઈ જ્ઞાતિના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કાલાવડમાં રહેતી પોતાની પત્ની ખતીજાબેન ઉપરાંત ચિરાગ તરુણભાઈ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ચિરાગ કે જેની સામે અગાઉ ફરિયાદીની પુત્રી દ્વારા પોકસો ની ફરિયાદ નોંધાવી હતી, જે બાબતનો ખાર રાખીને આરોપી ચિરાગ ઇરફાનભાઇને ધાકધમકી આપતો હતો, જેને કાલાવડ માંથી તડીપાર કરાયા હોવાથી જામનગર રહે છે, જે દરમિયાન આરોપી ચીરાગે કાલાવડમાં રહેતી તેની પત્ની ખતીજા બેનને પોતાની ફેવરમાં કરી લીધી હતી, અને પત્નીએ પણ ધમકીઓ આપી હોવાથી આ ફરિયાદ નોંધાવાઈ છે.