રૂમ પાર્ટનરના બે લેપટોપ ઉઠાવી ફરાર થયેલો યુવક 11 વર્ષે પકડાયો
Vadodara Police : વડોદરાના છાણી વિસ્તારમાં રૂમ પાર્ટનરના લેપટોપ લઇ ભાગી છૂટેલો આરોપી 11 વર્ષ પછી મહારાષ્ટ્રથી પકડાયો છે.
છાણીની અંબિકા નગર સોસાયટીના મકાનમાં રહેતા યુવકોમાંથી સચિન વાસુભાઈ ગાયગવળે(ભલવાની ગામ, સાંગલી, મહારાષ્ટ્ર) બે રૂમ પાર્ટનરના બે લેપટોપ લઈને ફરાર થઈ જતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તેને વારંવાર શોધવા ગઈ હતી પરંતુ કોઈ પત્તો મળતો ન હતો. જેથી કોર્ટે કલમ 70 મુજબ ધરપકડનું વોરંટ કાઢ્યું હતું.
દરમિયાનમાં સચિન થાણેના કલ્યાણ ખાતે મકાનમાં રહેવા આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો અને ફતેગંજ પોલીસને સોંપવાની તજવીજ કરી છે.