વડોદરામાં રૂપિયાની ઉઘરાણી કરતા જ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્નીને પણ માર માર્યો

Vadodara Crime : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી બાબતે એક યુવક તેમજ તેની પત્ની ઉપર હુમલાનો બનાવ બનતા પોલીસે ત્રણ ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો છે.
સયાજી જુલતા પુલ પાસે રહેતા જહીર ગાયકવાડે પોલીસને કહ્યું છે કે, તા.25મી એ સાંજે હું રેલવે લાઈન પાસે હતો તે દરમિયાન અકોટાનો ઈકરાન બંદા આવ્યો હતો. જેથી મેં તેને અગાઉ આપેલા રૂ.1200 પરત માંગતા તે ઉસ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા માંડ્યો હતો.
તેણે ફોન કરી તેના ભાઈઓને બોલાવતા ઈરબાજ અને ઇમરાન પણ આવી ગયા હતા અને તેમણે મને માર માર્યો હતો. આ દરમિયાન ઇમરાને મને માથા તેમજ બગલના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જ્યારે મારી પત્ની આવી જતા એકરાને તેને પણ લાફા માર્યા હતા. પોલીસે ત્રણેય જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

