Gujarat
જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા
By GS TEAM
11 Nov 20251 min read
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોલીસના બાતમીદાર સમજીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું
Summarized by AI; it may make mistakes. Check important info
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોલીસના બાતમીદાર સમજીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં એરફોર્સ-2 રોડ પર સ્વામિનારાયણ નગર રેસીડેન્સી વિસ્તારમાં જયેશ ભાસ્કરભાઈ પંડ્યા નામના 36 વર્ષના વિપ્ર યુવાન ઉપર દેવાંગ પરમાર અને દિશાંત ચાવડા નામના બે શખ્સોએ લોખંડના પાઇપ તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, જેથી વિપ્ર યુવાનને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. આ બનાવ અંગે જયેશ પંડ્યાએ બંને આરોપીઓ દેવાંગ પરમાર અને દીશાંત ચાવડા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોલીસના બાતમીદાર સમજીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.