Get The App

દમણમાં શરત જીતવાની લ્હાયમાં યુવકે જીવ ગુમાવ્યો, સ્વિમિંગ પુલમાં શ્વાસ રોકી રાખતાં મોત

Updated: Mar 5th, 2025

GS TEAM

Google News
Google News
દમણમાં શરત જીતવાની લ્હાયમાં યુવકે જીવ ગુમાવ્યો, સ્વિમિંગ પુલમાં શ્વાસ રોકી રાખતાં મોત 1 - image

Daman News: મિત્રો સાથે ફરવા ગયેલા વલસાડના યુવકે શરત જીતવાની લ્હાયમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વલસાડનો પ્રકાશ પટેલ નામનો યુવક પોતાના 12 જેટલા મિત્રો સાથે દમણ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ગયો હતો. જ્યાં મિત્રો વચ્ચે શરત લાગી હતી કે કોણ વધુ સમય સુધી પાણીમાં શ્વાસ રોકી શકે છે. લાંબા સમય સુધી યુવક બહાર ન આવતા અન્ય મિત્રોએ તેણે બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડનો યુવક પ્રકાશ પટેલ 1લી માર્ચે પોતાના મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો. દમણમાં આવેલા ફાર્મ હાઉસમાં રોકાયા હતા, જ્યાં ત્રણ મિત્રો વચ્ચે શરત લાગી હતી કે, સ્વિમિંગ પુલમાં કોણ વધુ સમય સુધી શ્વાસ રોકીને ડૂબકી લગાવી શકે છે. ત્યારે લાંબા સમય સુધી પ્રકાશ પટેલ નામનો યુવક બહાર ન આવતાં મિત્રોએ તેને બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબોની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો. જોકે આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મિત્રો સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. આ દરમિયાન યુવક અચાનક ડૂબી જાય છે અને તેના મિત્રો તેને બહાર કાઢીને સી.પી.આર. આપે છે, પરંતુ ઘણું મોડું થઇ ગયું હોય છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.