Vadodara Crime : વડોદરાના દંતેશ્વરમાં તરસાલી રિંગ રોડ પર વુડાના મકાનમાં રહેતા શ્રમજીવી અંકેશ રાજુભાઈ રાવતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 16 મી નવેમ્બરે રાત્રે હું મારા ઘરે હતો ત્યારે અમરશ્રદ્ધા વુડાના મકાનમાં રહેતો રોહન દરબાર મારી પાસે આવ્યો હતો અને મારા ખભા પર હાથ મૂકીને મને જણાવ્યું હતું કે તું વિજય કાંચાનો દારૂ વેચે છે તેમ કહી મારો વિડીયો ઉતાર્યો હતો અને મને છોડી દીધો હતો. અને મારા મિત્ર વિજયને વાત કરતા તેને વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું. ગઈકાલે બપોરે 3:00 વાગે હું અમર શ્રદ્ધા વુડાના મકાન પાસે આવેલ ગલ્લા પર ઉભો હતો તે દરમિયાન રોહન અને તેનો ભાઈ આવ્યા હતા અને મને ગાળો બોલી તલવાર મારવા જતા મેં મારો હાથ આગળ કરી દીધો હતો. મારા ડાબા હાથે અંગૂઠા તથા ટચલી આંગળી પર ઈજા થઈ હતી.


