Gujarat

કાલાવડના મીઠી વીરડી ગામમાં રહેતા યુવાન પર સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
ઇજા ગ્રસ્ત યુવાનને છરી વાગી હોવાથી લોહી નીતરતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના મીઠી વીરડી ગામમાં રહેતા યુવાન પર સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા દેવેન રાજુભાઈ કિલાણીયા નામના 20 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવા અંગે કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મનોજ દિનેશભાઈ ગોહેલ, હિરેન ઉર્ફે કાચો મનસુખભાઈ કાનાણી, અને તેના ભાઈ વિશાલ સામે ફરિયાદ નોંધાવી છે.

 ઇજા ગ્રસ્ત યુવાનને છરી વાગી હોવાથી લોહી નીતરતી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેને પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઇજાગ્રસ્ત યુવાન પોતાની સગાઈ થઈ હોવાથી પોતાની મંગેતર સાથે વાહન પર બેસી ને મોબાઈલ ફોનમાં વાતચીત કરતો હતો, તે દરમિયાન ત્રણેય આરોપીઓ પોતાના વાહનમાં આવ્યા હતા, અને તું અહીં શું કામ બેઠો છે, તારે અહીં નહીં બેસવાનું, તેમ કહીને હુમલો કરી દીધો હતો.