Gujarat

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
13 May 20261 min read
TukuTouch Logo
પત્નીએ ભરણપોષણનો કેસ કરતાં તેની નોટિસ આવવાથી મનમાં લાગી આવતાં યુવકે છતના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar : જામનગરના બેડેશ્વર નજીક સદગુરુ કોલોની સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા એક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. પોતાની પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હોવાથી અદાલતની નોટિસ આવતાં મનમાં લાગી આવવાથી આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર ધરાનગર-01, સદગુરુ સોસાયટી વિસ્તારમાં રહેતા આસીફમીયા કાદરમીયા બાનવાઇ (ઉ.વ.32) એ પોતાના ઘરે છતના એંગલમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

આ બનાવ અંગે તેના ભાઈ નદીમ કાદરમીયા બાનવાઇ (ઉ.વ.29), રહે. બેડેશ્વર ધરાનગર-01, સહીદી હુશેની ચોક, જામનગર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મરણજનારના લગ્ન દશેક વર્ષ પહેલા હુશેનાબેન સાથે થયા હતા અને બાદમાં બંને વચ્ચે છૂટાછેડા થયેલા હતા. ત્યારબાદ હુસેનાબેને લાલપુર કોર્ટમાં ભરણપોષણ અંગે અરજી/ફરિયાદ દાખલ કરી હતી. જેની નોટિસ મળતા મરણજનારને મનમાં લાગી આવતાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે આગળની કાર્યવાહી સીટી સી ડીવી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.