ધ્રોળ નજીક માવાપર પાસે બાઈક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું અંતરિયાળ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોળ-જોડિયા ધોરીમાર્ગ પર માવા પર ગામના પાટીયા પાસે સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં સ્કૂટરના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો રમેશ ધીરજલાલ ડાંગર નામનો 32 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને ધ્રોળથી જોડિયા રોડ પર પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન માવાપર ગામના પાટીયા પાસે જીજે 39 ટી 9004 નંબરના ટ્રક ચાલકે બાઈકમાં હડફેટે લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે કરુણ મૃત્યુ નીપજયું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશ ધીરજલાલ ડાંગરે ધ્રોળ પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.








