Gujarat

જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો

By GS TEAM
9 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા47 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો

Jamnagar : જામનગરના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

 આ બનાવ અંગે મૃતકના પિતા લવજીભાઈ મણીલાલ ટાંકએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને દારૂનો નશો કરવાની ટેવ હતી, અને દારૂ પીવા બાબતે પરિવારના સભ્યો વારંવાર સમજાવવા જતા હોય, તે બાબતે તેને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.