Gujarat

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો

By GS TEAM
3 Nov 20251 min read
ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો

યુવાનને વાહને અડફેટે લીધો હોવાની આશંકા

સારવાર દરમિયાન શંકાસ્પદ મોત, ઓળખ માટે પોલીસની તજવીજ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા હાઇવે પર ચુલી ગામ પાસેથી મોડી રાત્રે એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે રવિવારે મોડી રાત્રે એક યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ થતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો સહિત લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને બેભાન યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રા હાઈવે પર બેભાન હાલતમાં મળી આવેલ અજાણ્યા યુવાનના પીઠના ભાગે ઈજાઓ પણ હતી સાથે જ કોઈ અજાણ્યા વાહને યુવાનને અડફેટે લીધો હોવાનું સ્થાનિક પોલીસે પ્રાથમિક અનુમાન કરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે.