વડોદરાના રાવપુરામાં લોહીથી લથબથ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે લોહીથી લથબથ હાલતમાં તરસાલીના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક ઈંડાની લારી ચલાવતો હતો
મળતી માહિતી અનુસાર, રાવપુરા વિસ્તારમાં કોઠી ચાર રસ્તા નજીક ફૂટપાથ પરથી એક યુવકનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ તથા એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક તરસાલી વિસ્તારમાં રહેતો અને ઈંડાની લારી ચલાવતો યશ ઠાકોર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કિડનીના 2230 જેટલા દર્દીઓ ડોનરની રાહતમાં, જાણો કેમ વધી રહ્યા છે આ રોગના કેસ
યુવાન સાથે શું ઘટના ઘટી તે સહિતના પ્રશ્નો ઉકેલવા પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી રહી છે. મૃતકના પાડોશી શશીકલાબેનનું કહેવું હતું કે, 'યશ મારા પુત્રનો મિત્ર હોવાથી મને માની જેમ માનતો હતો, ગત રાત્રે તે મને ઘરે મૂકવા આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તું ચિંતા ન કરીશ હું તારી સાથે છું, તેની કોઈની જોડે અદાવત ન હતી, મને લાગે છે કે કોઈ તેને ફસાવી અહીં લાવી ઘટનાને અંજામ આપ્યો છે.'









