Gujarat

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

By GS TEAM
10 Mar 20261 min read
સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો

બાપ-દાદાના સમયના ચાલી આવતા મનદુઃખમાં કૌટુંબિક ભાઈઓ જ જાનના દુશ્મન બન્યા

સાયલાસાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં બાપ-દાદાના સમયના ચાલી આવતા મનદુઃખમાં ત્રણ કૌટુંબિક ભાઈઓ જ પિતરાઇ ભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ઈશ્વરીયા ગામે જૂની અદાવતને લઈ કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગામમાં રહેતા ૩૫ વર્ષીય રોહિતભાઈ જીલાભાઈ કણસાગરા પર તેમના જ કૌટુંબિક ભાઈઓ ગોવિંદભાઈ જીવણભાઈ કણસાગરા, પપ્પુભાઈ કાનાભાઈ કણસાગરા અને સંજયભાઈ જીવણભાઈ કણસાગરાએ જૂના મનદુઃખમાં હુમલો કર્યોે હતો.

ઝપાઝપી દરમિયાન આરોપીઓએ રોહિતભાઈને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઇજાગ્રસ્તના પિતા જીલાભાઈ અરજણભાઈએ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે એમએલસીમાંઆ અંગેની વિગતો નોંધાવી હતી. હાલમાં ભોગ બનનાર યુવાન સારવાર હેઠળ છે અને સાયલા પોલીસ આ મામલે તપાસ હાથ ધરી રહી છે.