Gujarat

માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ

By GS TEAM
17 Sep 20251 min read
TukuTouch Logo
રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક-યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે વધુ એક પ્રવાસીઓને સાવધાન કરનારી ઘટના બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ

રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક-યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે વધુ એક પ્રવાસીઓને સાવધાન કરનારી ઘટના બની છે. મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. આ દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક 100 થી 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટના બનતા જ તાત્કાલિક સ્થાનિક બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તમામે યુવકને ખીણમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહા મહેનતે વિષ્ણુ ઠાકોરને બહાર કઢાયો હતો અને તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના પ્રવાસીઓને ચેતવે પણ છે અને પ્રવાસીઓની સલામતી અંગે સવાલો ઊભા કરે છે. પ્રવાસી સ્થળોએ આવા જોખમી સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવા અને ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે.

આ અગાઉ સેલ્ફીના ચક્કરમાં માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું થયું હતું મોત

ગત મહિને જ રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદનો એક યુવક સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.