Gujarat

ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

By GS TEAM
23 Feb 20261 min read
ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

ઊના પંથકના તડ-પાલડી રોડ પર અકસ્માત : શરીરના ટુકડે ટુકડા ગયેલા અવશેષોને થેલીમાં ભરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલાયા

ઊના, : ઊના તાલુકાના તડ-પાલડી રોડ પર આગળ જતાં ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. પાછલા જોટામાં આવી જવાથી શરીરના ટુકડા થઈ જતા અવશેષોને થેલીમાં ભરી પોસ્ટમોર્ટમ માટે મોકલવા પડયા હતા.

પાલડી ગામના ભરતભાઈ રૂપાભાઈ બાબરીયા (ઉ.વ. 40) તડ ગામે ફર્નિચર બનાવવાનું કામ કરી આજે સવારે બાઈક પર પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે આગળ જતાં ટ્રકના પાછળના જોટામાં બાઈક આવી જવાથી વ્હીલ માથા અને પેટ પર ફરી વળતા ભરતભાઈનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. સ્થળ પર લોકો એકત્ર થઈ જતા નવાબંદર મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતથી ભરતભાઈના શરીરના ટુકડે ટુકડા થઈ જતા અવશેષોને પાવડા અને હાથથી ભેગા કરી થેલીમાં ભરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઈ જવાયા હતા.