Get The App

મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત 1 - image


- બે મિત્રને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયા

- મિત્રો કોબડીથી જમવાની પાર્ટી પૂર્ણ કરી પરત કાર લઈને ભાવનગર આવતા અકસ્માત સર્જાયો

ભાવનગર : મામસા ઓવરબ્રીજ નજીક ગંગામાની દેરીની પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને ઇજા પહોંચી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના હાદાનગર દેસાઈનગર પેટ્રોપંપની પાછળ રહેતા અને આઇપીસીએલમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ મનીષભાઈ પરમાર અને મિત્ર જયદીપભાઇ પ્રહલાદભાઈ માંડલિયા (રહે.ભરતનગર સીતારામનગર) તથા મયુરભાઈ જીતેન્દ્રભાઈ ઝાલા (રહે.નંદનવન સોસાયટી, કાળીયાબીડ) તથા ધુ્રવભાઈ દિનેશભાઈ પરમાર (રહે.ચંદ્રહીલ સોસાયટી, લીલા સર્કલ) તથા ફેનીલભાઈ ભુપતભાઈ ચૌહાણ (રહે. ખેડુતવાસ ભાવનગર) સાથે  કોબડી ગામે મહેશભાઈ ઘેવરીયાની વાડીએ ગઈ તા.૨૧ જૂન ૨૦૨૫ જમવાનુ આયોજન હોવાથી કાર લઈને ગયા હતા અને જમ્યા બાદ કાર નંબર જીજે-૦૪-બીઈ-૧૧૯૯માં જયદિપભાઈ, બ્રિજેશભાઈ, મયુરભાઈ પરત ભાવનગર આવતા હતા ત્યારે મામસા ઓવરબ્રીજ ઉતરતા ગંગામાની દેરીની પાસે ટ્રક નંબર જીજે-૦૪-એક્સ-૬૪૮૭ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી દેતા કારમાં સવાર ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જયદીપભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે બ્રિજેશભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :