પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત
- ટ્રક ચાલક વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- બંને મિત્રો દૂધ લઈને પરત ફેક્ટરીએ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
અરવલ્લી જિલ્લાના દરહેટા ગામના વતની અને હાલ પ્રાઈમ એગ્રો પીપળીયા પુલ ભાવનગર ખાતે રહેતા સજ્જન ટેંનગર માજી અને રામ વિનલ રામાશીશ પાસવાન ( ઉ.વ ૪૯ ) ગઈકાલે પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૧ એનજે ૫૭૭૮ લઈને ફેક્ટરીએથી દૂધ લેવા માટે પીપળીયા પુલ પાસે ગયા હતા.અને દૂધ લઈને પરત ફેક્ટરી તરફ જતા હતા ત્યારે ફેક્ટરી નજીક પાછળથી ટોરસ ટ્રક નંબર આરજે ૦૩ જીએ ૭૨૨૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બંને યુવાનોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રામવિનલ રામાશીશ પાસવાન નુ મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે સજ્જન ટેંનગર માજીએ ટ્રક ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.