Gujarat
માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત
By GS TEAM
20 Sep 20251 min read

- ટ્રક ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- 3 મિત્ર કાર લઈને અમદાવાદથી ભાવનગર આવતા અકસ્માત સર્જાયો
ભાવનગર : ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા માઢિયા ગામ નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.
કરદેજ ગામે રહેતા રામભાઈ જીવાભાઈ ખમલ અને મિત્ર ભાવેશભાઈ હસમુખભાઈ ચાડ કાર નબર જીજે ૦૪ ઈપી ૯૪૦૦ લઈને અમદાવાદથી ભાવનગર આવી રહ્યા હતા.તેવામાં ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા માઢિયા ગામ નજીક આવેલા ઓવર બ્રિજ નજીક પાર્ક કરેલા ટ્રક નંબર જીજે ૧૬ એવી ૬૪૨૯ ની પાછળ ઘૂસી જતા કારમાં સવાર ત્રણેયને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હસમુખભાઈ ચાડનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે રામભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








