ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતા યુવાનનું મોત
- તળાજાના ભારાપરા નજીક
- યુવાન સહિત બે લોકો બાઇક લઈને અલગથી પાદરી - ગો ગામે જતા અકસ્માત સર્જાયો
ભાવનગર : તળાજાના ભારાપરા નજીક ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતા પાદરી ગામના યુવાનનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ તળાજા તાલુકાના પાદરી - ગો ગામે રહેતા મુન્નાભાઈ સવજીભાઈ બારૈયા ( ઉ.વ ૩૨ ) અને ધર્મેન્દ્રસિંહ અણદુભા ગોહિલ મોટરસાયકલ લઈને અલગથી પાદરી - ગો ગામ તરફ આવતા હતા.ત્યારે ભારાપરા નજીક ગેસના પ્લોટ પાસે આગળ જઈ રહેલ ટ્રેક્ટર નંબર જીજે ૦૪ ઈપી ૧૯૮૧ ના ચાલકે અચાનક બ્રેક મારતા મોટરસાયકલ ટ્રેક્ટરની પાછળ ધુસી ગયું હતું.અને અકસ્માત સર્જાતા બન્ને બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં મુન્નાભાઈ સવજીભાઈ બારૈયાનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા સવજીભાઈ ભુરાભાઈ બારૈયાએ ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.