Get The App

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત 1 - image

ધારી તાલુકાના કુબડા ગામની વાડીમાં 

માલવીયા પીપરીયા ગામે બીજા માળે બાલ્કનીની પાળીએ બેસી ફોનમાં વાત કરતી વખતે બેલેન્સ જતા નીચે પટકાતા યુવાનનું મોત

અમરેલી: ધારી તાલુકાના કુબડા ગામની સીમમાં એક વાડીમાં મજૂરી કામ કરી રહેલા યુવકનું થ્રેસર મશીનમાં ટી-શર્ટ આવી જતાં ભીંસાઇ જતાં ગંભીર ઇજા થતાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

ધારી તાલુકાના કુબડા ગામની સીમમાં કિશોરભાઈ કનુભાઇ કોટડીયાની વાડી ખાતે જીકાભાઈ ઉર્ફે બાટલી મનજીભાઈ સોલંકી (ઉ.વ.૨૫) થ્રેસર મશીન પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું પહેરેલુ ટી-શર્ટ અકસ્માતે થ્રેસરમાં વીંટળાઇ જતાં તેઓ ભીંસાઇ ગયા હતા. અને છાતીની પાંસળીઓમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.

લાઠી તાલુકાના માલવિયા પીપરીયા ગામે આવેલ તુલીપ સ્પીનીંગ મીલના ક્વાર્ટરમાં રહેતા લાલુ પ્રસાદ રામ પ્રસાદ ઉલકે (ઉ.વ.૨૪, રહે. મૂળ મધ્યપ્રદેશ) ક્વાર્ટરના બીજા માળે આવેલી ગેલેરીની પાળ ઉપર બેસીને ફોનમાં વાત કરી રહ્યા હતાં.  તે દરમિયાન અચાનક બેલેન્સ જતા તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતાં. માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું.