કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત
- મૃતકના ભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- યુવાન બાઈક લઈને ખાતર લેવા જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો
ભાવનગર : બોટાદના લાઠીદડ ગામનો યુવાન ખાતર લેવા માટે મોટરસાયકલ પર જતો હતો ત્યારે કારિયાણી નજીક ટ્રાવેલ્સ સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
બોટાદના લાઠીદડ ગામે રહેતા ભરતભાઈ માધવજીભાઈ ખંભાળિયા પોતાનું મોટરસાયકલ.નં જીજે-૦૪-બીએસ-૯૨૧૭ લઈને લાઠીદડથી કારીયાણી ગામે આવેલ ઉમીયા એગ્રોમાં ખાતર લેવા જતા હતા ત્યારે અવધ પેટ્રોલ પંપ પાસે ટ્રાવેલ્સ નં જીજે-૦૪-એટી-૭૦૦૭ના ચાલકે પોતાની ટ્રાવેલ્સ પુરપાટ ઝડપે અને બે ફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવી આવી ભરતભાઇની મોટરસાઇકલ સાથે પાછળથી અથડાવી દેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે અન્ય નાની મોટી ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ઘનશ્યામભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.