Gujarat
ટયુશન ક્લાસ ચલાવતા યુવાનને કરંટ લાગતા મોત
By GS TEAM
28 Jul 20251 min read

વડોદરા, બાથરૃમની સ્ટોપર રિપેર કરતા સમયે કરંટ લાગતા ૨૪ વર્ષના ટયુશન ક્લાસ સંચાલકનું મોત થયું છે.
સમા જી.આઇ.પી.સી.એલ. સર્કલ પાસે કલ્યાણ હોલની પાછળ વસાહતમાં માતા સાથે રહેતો અભિષેક મનિષભાઇ ચૌહાણ ( ઉં.વ.૨૪) ઘરે જ ટયુશન ક્લાસ ચલાવતો હતો. માતા સાથે રહેતા અભિષેકના પિતા વર્ષો પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. જે આજદિન સુધી પરત આવ્યા નથી. આજે બપોરે પોણા બાર વાગ્યે તે ઘરના બાથરૃમની સ્ટોપર રિપેર કરતો હતો. તેણે લાઇટની સ્વીચ બંધ કરી દીધી હતી. સ્ટોપર રિપેર થયા પછી તેણે સ્વીચ ચાલુ કરતા કરંટ લાગતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








