જામનગરમાં બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર પથ્થર વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રબબાની પાર્ક શેરી નંબર સાતમાં રહેતા સોયબ મેરૂભાઈ થૈયમ નામના 34 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી નાકના ભાગે તેમજ પડખાના ભાગે ઇજા પહોંચાડવા અંગે જીજે 10 ડી.જી. 4674 નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાનું બાઈક લઈને કાલાવડ નાકા બહાર એસટી ડિવિઝન પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી આવી રહેલા બાઈક ચાલક આરોપી સાથે ટકરાઈ ગયો હતો, જે અકસ્માતના મામલે તકરાર કરીને આરોપીએ આ હુમલો કર્યાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે સિટી એ. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.









