જામનગરના નવા બાંધકામના સ્થળે કામ કરી રહેલા શ્રમિક યુવાનનું પાંચમા માળેથી નીચે પટકાઈ પડતાં કરુણ મૃત્યુ
Jamnagar : જામનગરના ગોકુલનગર નજીક જુના જકાતનાકા પાસે બંધાઈ રહેલા એક બિલ્ડીંગના બાંધકામના સ્થળે અકસ્માતનો બનાવ બન્યો હતો. જ્યાં મજૂરી કામ કરી રહેલા એક ક્રમિક યુવાનનું પાંચમા માળેથી અકસ્માતે નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક જકાતનાકા વિસ્તારમાં સરધાર એવન્યુ નામના નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના સ્થળે નીચેના ભાગે રહેતા અને મજૂરી કામ કરતા નરવતભાઈ કુબેરભાઈ નાયકા નામનો યુવાનને મજૂર કામ દરમિયાન અકસ્માત નડ્યો હતો. તેઓ નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના પાંચમા માળે મજૂરી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઇ પડતાં ગંભીર ઇજા થવાના કારણે અનિલ કુમાર નરવતભાઈ નાયકાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.