Jamnagar : મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ ગોંડલ પંથકમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેતી કામ કરતો અભિષેક મડિયાભાઇ નામના 26 વર્ષના પર પ્રાંતીય યુવાન કે જે ગઈકાલે ખોજા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં આવ્યો હતો, અને ત્યાં પાણીના વોકળામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પપ્પુ ઉર્ફે બબલુ મડિયાભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


