જામનગરના બેડીમાં થરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અવેશ ઈકબાલભાઈ બસર નામના 29 વર્ષના યુવાને પોતાના ઉપર જુની અદાવતના કારણે છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં જ રહેતા સબુ ઈબ્રાહીમભાઇ સાંગાણી, રમજુ ઇબ્રાહીમભાઇ સાંગાણી, મજીદ ઈબ્રાહિમ સાંગાણી, અસુ હુસેન ગોરી, અને ઈમ્તિયાઝ અસલમ ગોરી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી, તેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયો હતો. ફરિયાદી યુવાનને નેણ ઉપર ઇજા થઇ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે, જ્યારે પગમાં ફ્રેક્ચર થયું છે. બેડી મરીન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.


