જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડયું, 7 ટાંકા લેવા પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના એક ફાઇનાન્સર યુવાનને પૈસા આપવા ભારે પડ્યા છે. ઉછીતા પૈસા લેનાર અને તેના ત્રણ સાગરીતોએ મળીને ફાઈનાન્સરનું માથું ફોડી નાખ્યું છે, જેથી માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને ફાઇનાન્સનો વ્યવસાય કરતા તેજસ રાજેશભાઈ નંદા નામના 28 વર્ષના ભાનુશાળી યુવાને પોતાના માથા પર લોખંડના પાઇપ-લાકડી-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે રવિરાજ યોગેશભાઈ ડાભી, બનિયા યોગેશભાઈ ડાભી, યોગેશભાઈ ડાભી અને સાગર યોગેશભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઈજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથા પર સાત ટાંકા લેવા પડ્યા છે. ફરિયાદી યુવાને આરોપી રવિરાજને 3,000 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જે રૂપિયા પરત માંગવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને આ હુમલો કરી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.








