જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગીગાભાઈ કરસનભાઈ તરખાલા નામના 45 વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાના ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાજી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની દેવીબેન ગીગાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ગીગાભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેઓની દવા ચાલુ હતી. પરંતુ કોઈ ફેર નહીં પડતાં આ બીમારીથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે.









