Get The App

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણાજનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ ખોયો છે.

 ઈશ્વરીયા ગામમાં રહીને ખેતી કામ કરતો મુકેશભાઈ ભીખાભાઈ બડીયાવદરા નામનો 36 વર્ષનો ખેડૂત યુવાન ગઈકાલે પોતાની વાડીમાં મગફળી કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પોતે થ્રેસર મશીનમાં આવી ગયો હતો, અને તેને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પિતા ભીખાભાઈ સવાભાઈ બડીયાવદરાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.