Get The App

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો 1 - image

જામનગર તાલુકાના મિયાંત્રા ગામમાં રહેતા અને ટ્રેક્ટર નો ધંધો કરતા ઉપરાંત ખેતી કામ કરતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર નામના 38 વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામમાં રહેતા વનરાજસિંહ શૈલેષસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

ફરિયાદી અને આરોપી બંને વચ્ચે ટ્રેક્ટરનો ધંધા ખાર ચાલી રહ્યો હતો, તેના મન દુઃખના કારણે ગઈકાલે ફરિયાદી યુવાન પોતાનું ટ્રેકટર લઈને સપડા ગામે જતા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને આરોપીએ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. એ.એસ.આઈ. શોભરાજસિંહ જાડેજા આ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.