Gujarat

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો

By GS TEAM
16 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના મિયાંત્રા ગામમાં રહેતા અને ટ્રેક્ટરનો ધંધો કરતા ઉપરાંત ખેતી કામ કરતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર નામના 38 વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામમાં રહેતા વનરાજસિંહ શૈલેષસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો

જામનગર તાલુકાના મિયાંત્રા ગામમાં રહેતા અને ટ્રેક્ટર નો ધંધો કરતા ઉપરાંત ખેતી કામ કરતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર નામના 38 વર્ષના રાજપૂત યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ગામમાં રહેતા વનરાજસિંહ શૈલેષસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઈજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

ફરિયાદી અને આરોપી બંને વચ્ચે ટ્રેક્ટરનો ધંધા ખાર ચાલી રહ્યો હતો, તેના મન દુઃખના કારણે ગઈકાલે ફરિયાદી યુવાન પોતાનું ટ્રેકટર લઈને સપડા ગામે જતા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને આરોપીએ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. એ.એસ.આઈ. શોભરાજસિંહ જાડેજા આ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.