Get The App

દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા 1 - image


Diu Fort Entry Ticket : કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલા વર્ષો જૂના ઐતિહાસિક કિલ્લાને નીહાળવા માટે  દેશ અને દુનિયાભરના મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે હવે કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને દીવનો કિલ્લો જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે. દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ માટે મેળવવા માટે ટિકિટની શરૂઆત કરી છે. જાણો ભારતીય-વિદેશી નાગરિકને કેટલા રૂપિયામાં મળશે દીવ કિલ્લાના પ્રવેશ માટેની ટિકિટ. 

દીવના કિલ્લામાં પ્રવેશવા લેવી પડશે ટિકિટ

દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ માટે ટિકિટ અમલીકરણ કરી છે, ત્યારે 15 વર્ષથી મોટી ઉંમરના ભારતીય મુલાકાતીઓને 100 રૂપિયા અને વિદેશના પ્રવાસીઓને 200 રૂપિયા પ્રવેશ ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે બાળકો માટે રૂ.75 ટિકિટ ફી રાખવામાં આવી છે. 

કિલ્લાની સુવિધા અને ટિકિટની વ્યવસ્થાને લઈને અનેક સવાલો

બીજી તરફ, દીવના કિલ્લાની મુલાકાતે આવતા અનેક પ્રવાસીઓ કિલ્લાની સુવિધા અને ટિકિટની વ્યવસ્થાને લઈને અનેક સવાલો કરી રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે, કિલ્લામાં પ્રવેશ્યા બાદ ત્યાં પાણી સહિતની વ્યવસ્થા નથી. જ્યારે કિલ્લામાં પ્રવેશવા માટે લેવામાં આવતા ટિકિટના રૂપિયા માત્ર રોકડ મારફતે જ લેવામાં આવે છે અને ટિકિટનો ચાર્જ પણ વધારે છે. 

આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત

જ્યારે ડિજિટલી પેમેન્ટ-ચાર્જ સ્વીકારવામાં ન આવતી અનેક મુલાકાતીઓ કિલ્લાને નીહાળ્યા વગર જ જતાં રહેતા હોવાનું સામે આવ્યું છે. દીવના 400 વર્ષ જૂના કિલ્લા જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે, ત્યારે દીવ પ્રશાસન દ્વારા કિલ્લાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. 

Tags :