બીબીએ દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા તા.૧૯થી ૨૭ જુલાઈ દરમ્યાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ઓલ એજ (ઉંમર) ગ્રુપની તમામ ઇવેન્ટ યોજાઇ રહી છે. ગુજરાતના દરેક જીલ્લામાં થઈ કુલ ૮૬૪ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. તેમાં ૨૮ વિવિધ ઈવન્ટ્સ જેવી કે સિંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સમાં કુલ ૧૨૯૧ એન્ટ્રી આવી હતી. વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજયની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. મ્યુનિસપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાર્યક્રમના આયોજન બદલ બરોડા બેડમિન્ટન એસોસિએશન અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સ્પોર્ટ્સ કલ્ચરને જાળવી રાખવા હાજર બાળકો સાથે તેમના વાલીઓ પણ એટલા જ અભિનંદનના હક્કદાર હોવાનું કહ્યું હતું.