Get The App

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું !

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું ! 1 - image

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને ઉપયોગમાં ન આવતી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. ખાલી કહે એક્સરે મશીન ખરીદી લીધું છે, અને ટેકિનિશિયનની નિમણૂક કરી દીધી છે પરંતુ હજી મશીન શરૂ ન થતા દર્દીઓને હાલાકી પડી રહી છે.

સુરતના લોકોને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે પાલિકાના દરેક વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. જેનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે અને દિવસેને દિવસે દર્દીઓની સંખ્યા વધતી રહે છે. 

સુરતના હેલ્થ સેન્ટર પર સતત દર્દીઓની સંખ્યા વધતા પાલિકા દ્વારા નવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે પરંતુ તેના માટે નક્કર આયોજન ન હોવાથી તેનો લાભ દર્દીઓને મળી શકતો નથી. પાલિકાના પાલ હેલ્થ સેન્ટરમાં છેલ્લા ઘણા મહિનાઓથી એક્સરે મશીન આવી ગયું છે.  આ માટે ટેકનિશિયનની ભરતી પણ કરી દેવામાં આવી છે. જોકે આ એક્સરે મશીનનો ઉપયોગ હજી સુધી શરૂ થયો નથી. મશીન આવી ગયું છે અને ટેકનિશિયનો પણ મુકાયા છે છતાં તેનો ઉપયોગ કેમ નથી થતો તે મોટો પ્રશ્ન છે. માજી કોર્પોરેટરે આ અંગે ફરિયાદ કરી છે અને વિજિલન્સ તપાસની માંગણી પણ કરી છે. આ સાથે એક્સ રે મશીન વહેલી તકે શરૂ કરી દેવામાં આવે અને દર્દીઓને જલ્દી લાભ મળે તે માટે માંગણી પણ કરવામાં આવી છે.