Get The App

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે 1 - image

WPL 2026 : 2026ની મહિલા પ્રીમિયર લીગ (WPL) ફાઇનલ પહેલી વાર સપ્તાહના અંતે નહી રમાય. તા.5 ફેબ્રુઆરી ગુરુવારે ફાઇનલ યોજાશે, જયારે ટુર્નામેન્ટ તા .9 જાન્યુઆરીથી શરૂ થશે. લીગમાં બે ડબલ-હેડર્સ હશે અને બંને શનિવારે યોજાશે.

આ લીગની તમામ મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ અને વડોદરાના બી.સી.એ. સ્ટેડિયમ ખાતે રમાશે. શરૂઆતની 11 મેચ નવિ મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને પછીની 11 મેચ સાથે 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે યોજાશે. WPL ચેરમેન જયેશ જ્યોર્જે ઓક્શનના દિવસે આ તારીખો અને સ્થળોની પુષ્ટિ કરી હતી. તા. 10 જાન્યુઆરી શનિવારે  યુપી વોરિયર્સ - ગુજરાત જાયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ - દિલ્હી કેપિટલ્સ વચ્ચે તથા તા.17 જાન્યુઆરી શનિવારે યુપી વોરિયર્સ - મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે બે ડબલ-હેડર (એક જ દિવસે બે મેચ)દિવસોની મેચ સિવાય બધા મુકાબલો સાંજે યોજાશે. 

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે 2 - image

WPL શિડયુઅલ 

નવી મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમ

* 9 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 10 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs ગુજરાત જાયન્ટ્સ

* 10 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ

* 11 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ

* 12 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs યુપી વોરિયોર્ઝ

* 13 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ

* 14 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs દિલ્હી કેપિટલ્સ

* 15 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs યુપી વોરિયોર્ઝ

* 16 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs ગુજરાત જાયન્ટ્સ

* 17 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 17 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે 3 - image

વડોદરા બીસીએ સ્ટેડિયમ

* 19 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 20 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 22 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરિયોર્ઝ

* 24 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs દિલ્હી કેપિટલ્સ

* 26 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 27 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ

* 29 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 30 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 1 ફેબ્રુઆરી: દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયોર્ઝ

* 3 ફેબ્રુઆરી: એલિમિનેટર

* 5 ફેબ્રુઆરી: ફાઇનલ