Get The App

ભાવનગર બંદર ખાતે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ સ્થાપવામાં આવશે: વિશ્વમાં ફરી વાગશે ડંકો

- આ ટર્મિનલથી ભાવનગર ફરી વિશ્વના નકશા ઉપર અંકીત થશે: મુખ્યમંત્રીએ મંજૂરી આપી

- 1900 કરોડના મૂડીરોકાણથી પોર્ટ ટર્મિનલ નિર્માણ પામશે

Updated: Nov 10th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર બંદર ખાતે વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ સ્થાપવામાં આવશે: વિશ્વમાં ફરી વાગશે ડંકો 1 - image

ગાંધીનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના દુનિયાના સર્વપ્રથમ એવા CNG ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. વિશ્વના સૌ પ્રથમ આ ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5. મિલીઅન મેટ્રીક ટનની હશે.

યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. મુખ્યમંત્રીએ જી.આઈ.ડી.બી.ના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે.

આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગ્રુપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન MOU કરવામાં આવ્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક 3 મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે.

ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે, જેમાંથી 6 મિલીઅન આ પ્રોજેકટની હશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રૂ.1900 કરોડનું મૂડી રોકાણ કરશે. આ દરખાસ્તને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે.

ટુંક સમયમાં રાજય સરકારની બુટ નીતિ 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે.

Tags :